ગુજરાતના આ મંદિરમાં પ્રગટ થયા હતા શનિદેવ, દર્શન કરવાથી ક્યારેય નડતી નથી પનોતી

ગુજરાતના હાથલા ગામના પાદરમાં શનિદેવનું મંદિર આવેલું છે.

આ મંદિર ખુબ જ પ્રાચિન છે અને અહીં શનિદેવ પ્રગટ થયા હોવાનું મનાય છે.

જામનગર અને પોરબંદર જિલ્લાની સરહદ ઉપર આવેલા હાથલા ગામનું આ મંદિર ખુબ જ પ્રાચિન છે.

લોકો શનિદેવની કૃપા મેળવવા માટે દેશ વિદેશથી અહીં આવે છે.

અહીં અંદાજે 6-7 સદીનાં મૂર્તિ, શનિકુંડ વગેરે સ્થળો પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત કરવામાં આવ્યા છે.

હાથલાના અવશેષો 1500 વર્ષથી પણ જૂના છે

આ ગામનું નામ અહીં શનિદેવ હાથી પર બિરાજમાન હોવાથી પડ્યું છે.

શનિદેવ સૂર્ય અને દેવી છાયાના પુત્ર છે. તેમને યમરાજ, યમુના અને તાપીના મોટા ભાઈ કહેવાયા છે

આ જ કારણ છે કે યમુના સ્નાનથી યમરાજ પ્રસન્ન થાય છે તેમ તાપી સ્નાનથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તેમની કઠોર દ્રષ્ટી દૂર થાય છે.