શંખલપુરને એક શક્તિપીઠ તરીકે ગણવામાં આવે છે .

આ મંદિર પર ભક્તોની ખૂબ આસ્થા છે

આ મંદિરમાં ઉત્તમ કારીગીરી કરેલ છે.

આ આખુયે મંદિર પથ્થરથી બનેલ છે અને તેની આગળ વિશાળ મંડપ છે. આ જગ્યાને ચાચરનો ચોક કહેવાય છે.

મંદિરની પાસે એક અગ્નિ કુંડ પણ આવેલ છે.

અહીંયા દરેક પુર્ણિમાના દિવસે મેળો ભરાય છે અને નવરાત્રિ દરમિયાન ખુબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે

તેમજ ભવાઈ જેવા કાર્યક્રમોનું આયોજન પણ થાય છે.

આ મંદિરની પાછળ માનસરોવર નામનો એક કુંડ આવેલ છે. જ્યાં ગુજરાતના કેટલાયે લોકો અહીંયા આવીને પોતાના પુત્રનાં સૌ પ્રથમ વખતના વાળ ઉતરાવે છે

અહીંયા પહોચવા માટે ઘણી બસો ખુબ જ સરળતાથી મળી રહે છે.

વળી અહીંયા રોકાવાની અને જમવાની પણ ઉત્તમ વ્યવસ્થા હોવાથી કોઈ જ મુશ્કેલી જણાતી નથી