શીતળા સાતમ હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ વદને સાતમના દિવસે આવે છે

ભાવિ ભક્તો આ પવિત્ર શ્રાવણ માહિનામાં વિવિધ ધાર્મિક તહેવારો ઉજવીને ધન્યતા અનુભવે છે

માતા શીતળા સૂપડું-સાવરણી જેવા સાધનો પોતાની પાસે રાખે છે

જે સ્વછતા અને સુધડતા પ્રતિક છે.જેથી શીતળા સાતમના તહેવાર પાછળ સ્વચ્છતાનો અમૂલ્ય સંદેશ પણ છુપાયેલો છે.

શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરવી જોઇએ.

આ દિવસે કોઇપણ ગરમ વસ્તુનું સેવન ન કરવું જોઇએ.શીતળા સાતમના દિવસે ઠંડા પાણીથી સ્નાન કરવું જોઇએ.

આ દિવસે ઠંડુ ભોજન કરવું જોઇએ.

શીતળા સાતમના દિવસે લોકો ચૂલો સળગાવતા નથી. આ દિવસે ચૂલાની પૂજા કરવામાં આવે છે.

ચૂલો, સગડી કે ગેસના ચૂલા એ તો ઘરના દેવતા છે

માટે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડી તથા સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે