શિમલા ભારતના સૌથી સુંદર હિલ સ્ટેશનોમાંથી એક, પ્રવાસીઓનું પ્રિય પર્યટન સ્થળ માનવામાં આવે છે

પહાડોના સુંદર નજારા અને આરામદાયક વાતાવરણને કારણે આ સ્થળ દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષે છે.

હિમાચલ પ્રદેશમાં ઘણા શ્રેષ્ઠ હિલ સ્ટેશન છે, પરંતુ શિમલાની વાત અલગ છે.

એવું કહેવાય છે કે પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત એક વાર નહીં પરંતુ ઘણી વખત પસંદ કરે છે

શિમલામાં ઘણી મનોહર અને સુંદર જગ્યાઓ છે,

જ્યાં તમે ફરીને યાદગાર પળોને હંમેશા તમારી સ્મૃતિમાં કેદ કરી શકો છો.

અહી સ્થિત જખુ ટેકરીને સૌથી ઉંચુ શિખર માનવામાં આવે છે

અને આ સ્થાન પર હનુમાનજીનું પ્રખ્યાત મંદિર પણ છે.

આ સાથે જ અહીં મહાકાળીનું એક મંદિર પણ છે, જેનું નામ કાલી બારી મંદિર છે

એવું કહેવાય છે કે મા મહાકાળીના સ્વરૂપ શ્યામલા દેવીના નામ પરથી આ સ્થળનું નામ શિમલા રાખવામાં આવ્યું છે.