શિવરાજપુર બીચ, ગુજરાતના દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામની નજીક આવેલો દરિયાકિનારો છે.

શિવરાજપુર ગામની રચના ૧૯મી સદીની શરૂઆતમાં બરોડા રાજ્ય દ્વારા કરવામાં આવી હતી.

તે સફેદ રેતીનો બીચ છે જે નિસ્તેજ સાફ પાણી સાથે છે.

શિવરાજપુર ઓખા-દ્વારકા માર્ગ પર દ્વારકાથી ૧૨ કિમીના અંતરે આવેલું છે.

દરિયા કિનારે પ્રવાસન ધીરે ધીરે વધી રહ્યું છે

ઓક્ટોબર ૨૦૨૦માં ડેનમાર્ક સ્થિત સ્વૈચ્છિક સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા તેને પ્રતિષ્ઠિત 'બ્લુ ફ્લેગ બીચ' સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.

બ્લુ ફ્લેગ' બીચની ઘોષણા પછી

ગુજરાત સરકારે તેની સુંદરતા પાછળ તેને આંતરરાષ્ટ્રીય ધોરણના એક મુખ્ય પર્યટક સ્થળો તરીકે વિકસાવવાનો નિર્ણય લીધો છે

બીચ પર કરવામાં આવતી પ્રવૃત્તિઓમાં

સ્કુબા ડાઇવિંગ, સ્નોર્કલિંગ, બોટિંગ અને આઇલેન્ડ ટૂરનો સમાવેશ થાય છે.

કુદરતના અદભૂત સૌંદર્યનો નજારો જોવા મોટી સંખ્યામાં લોકો આવી પહોંચે છે.

બ્લુ કલરનું એકદમ સ્વચ્છ પાણી ધરાવતો શાંત દરિયા કિનારો પ્રવાસીઓ જાણે વિદેશમાં ફરતા હોય તેવી અનુભૂતિ કરાવે છે.

શિવરાજપુર બીચ પર વાહનોની અવર-જવર અને કચરો ફેંકવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

આ બીચ ભારતનો બીજો સૌથી લાંબો બીચ છે

આ બીચ શિવરાજપુર ગામ સુધી વિસ્તરેલો છે,

દ્વારકા બીચ, ચોરવાડ બીચ, બેટ દ્વારકા બીચ પણ દ્વારકાની આસપાસ આવેલ છે. તમે ત્યાં ફરવા પણ જઈ શકો છો.