બિલિ પત્રના ત્રણ પાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણ દેવનું પ્રતીક હોવાનું માનવામાં આવે છે
આ પવિત્ર વૃક્ષ પેઢામાંથી લોહી નીકળતુ હોય, ડાયેરિયા, અસ્થમા, કમળો, લોહીની ઉણપ જેવા અનેક રોગોમાં ખૂબ જ મદદરૂપ છે
બિલિ ફળમાં એવા તત્વો હોય છે જે લોહીમાં શુગરનું પ્રમાણ કંટ્રોલમાં રાખે છે
અને તે પેટમાં પડેલા ચાંદામાં ઘણી રાહત આપે છે.
તેના ફળનો માવો નહાતા પહેલા માથામાં લગાવવામાં આવે તો શરદીથી છૂટકારો મળે છે.