રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે બેનમૂન શિલ્પ સ્થાપત્ય સાથે અને શાસ્ત્ર અનુસાર ભવ્યાતિભવ્ય ખોડલધામ મંદિરનું નિર્માણ કાર્ય કરેલ છે
મંદિરની લંબાઈ 298 ફૂટ, 7 ઇંચ છે જ્યારે જમીનથી ધ્વજદંડ સુધીની ઊંચાઈ 159 ફૂટ, 1 ઇંચ છે.
ઓરિસ્સાના કારીગરોએ કંડારેલી 650 જેટલી મૂર્તિ ખોડલધામ મંદિરના મંડોવરથી શિખર સુધીમાં મૂકવામાં આવી છે.
ખોડલધામ મંદિરનો સમાવેશ મહામેરૂ પ્રાસાદમાં થાય છે.
મંદિરની અંદર પાર્વતી, મહિસાસુર મર્દાનીની મૂર્તિઓ છે અને મા અંબા સહિત માતાજીની મૂર્તિઓ છે.
અને પછી ઉંબરો પાર કરીને અંદર પ્રવેશ કરીએ એટલે મુખ્ય ધુમ્મટના દર્શન થાય.
જેમાં ચાર ખૂણા, ચાર દિશાઓ અને આઠ સૂર્યના સ્વરૂપની પ્રતિમાઓનો સમાવેશ થાય છે.