શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર મુંબઈમાં આવેલું ગણેશ મંદિર છે.

તે પ્રભાદેવી વિસ્તારમાં આવેલું છે.

આ મંદિર મુંબઈનું સૌથી સમૃદ્ધ મંદિર ગણાય છે

સિદ્ધિવિનાયક એ ગણેશજીનું સૌથી લોકપ્રિય સ્વરૂપ છે.

ગણેશજીની જે પ્રતિમાઓમાં સુંઢ ડાબી તરફ વળેલી હોય,

તે સિદ્ધપીઠ સાથે જોડાયેલ હોય છે અને તેના મંદિર સિદ્ધિવિનાયક મંદિર કહેવાય છે

આમ તો ગણેશજીના ભક્તો વિશ્વના દરેક ખૂણે હોય છે,

પરંતુ મહારાષ્ટ્ર ખાતે તેના ભક્તો સૌથી વધુ છે.

મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં આવેલ સિદ્ધિવિનાયક મંદિર એવાં ગણેશ મંદિરો પૈકીનું એક છે,

જ્યાં માત્ર હિંદુઓ જ નહીં પણ દરેક ધર્મના લોકો દર્શન અને પૂજા-અર્ચના માટે આવે છે.