સિધ્ધનાથ મહાદેવ મંદિર ઓલપાડ સુરત

સિદ્ધનાથ મહાદેવ મંદિર સુરતના ઓલપાડ તાલુકાના સરસ ગામ નજીક આવેલું છે.

સિદ્ધનાથ મહાદેવ પર લોકોને ખૂબ જ શ્રદ્ધા છે

ગુજરાત બહારથી પણ ઘણા લોકો આ મંદિરની મુલાકાતે આવે છે. ખાસ કરીને શ્રાવણ માસમાં આ મંદિરમાં ખૂબ જ ભીડ રહે છે

દક્ષિણ ગુજરાત ખાતે આવુ મંદિર કે જેના ઘુમ્મટની ઉપર ઘુમ્મટ છે

જે ડબલ ઘુમ્મટવાળું મંદિર અહીં જ છે.જેના ઉપર સિધ્ધનાથ મહાદેવના મુંગટના દર્શન થાય છે

મંદિરની ચારે તરફ ઘર્મશાળા અને કોટ છે.

બીજા બાણેથી પ્રગટ થયેલો રામકુંડ પણ આજે મંદિરની સામે દ્રશ્યમાન છે. તેમાં સ્નાન કરવાથી પાપ ધોવાય છે અને દેહની શુદ્ધિ થાય છે.

મંદિરના બાંધકામ માટે પ્રથમ ફૂવો બંધાવ્યો.

જેમાંથી મીઠું પાણી નીકળ્યું. કૂવાની પાછળનો વિસ્તાર “ગગલી વહાણ” તરીકે આજે પણ ઓળખાય છે.