સીતાફળ એક એવું ફળ છે જે શિયાળાની સિઝનમાં બજારોમાં મળે છે.

આ ફળ પાકેલું હોય ત્યારે બહારથી કડક અને અંદરથી નરમ અને ખુબ મીઠું હોય છે.

જો તમે નબળા હો કે તમારે વજન વધારવું હોય તો સીતાફળનો ખુબ ઉપયોગ કરવો જોઈએ.

તેમાં કુદરતી સાકર સારા પ્રમાણમાં હોય છે. જે કોઈપણ જાતના નુકશાન વગર વજન વધારીને આકર્ષિત વ્યક્તિત્વ આપી શકે છે

સીતાફળ ના ઝાડની છાલમાં મળી આવતા ટેનિન ના લીધે દાંત અને પેઢા ને લાભ મળે છે.

સીતાફળ દાંત અને પેઢા માટે ફાયદાકારક હોય છે. તેમાં મળી આવતા કેલ્શિયમ દાંતને મજબુત બનાવે છે.

તે આંખોની શક્તિને વધારે છે તથા આંખોના રોગોથી પણ બચાવે છે

સીતાફળના મળી આવતા વિટામીન ‘એ’ વિઅમીન ‘સી’ તથા રાઈબોફ્લેવીન ના લીધે આંખો માટે ફાયદાકારક હોય છે.

તે માનસિક શાંતિ આપે છે તથા ડીપ્રેશન તનાવ વગેરે ને દુર કરે છે.

કાચા સીતાફળ ની ક્રીમ ખાવાથી દસ્ત અને પેચીશ માં આરામ મળે છે