કદમાં નાની પણ ભારેખમ ઘો

તમે ગરોળી જેવી દેખાતી પણ ગરોળી કરતાં કદમાં મોટી ઘો જોઈ હશે.

હવે આ નાનકડી એવી ઘોની સંખ્યા ઘટવા લાગી છે

તેથી વિલુપ્ત થતા જતા પ્રાણીઓની યાદીમાં ઘોનું નામ પણ સામેલ છે.

રેતાળ અને રણ પ્રદેશમાં વધુ જોવા મળે છે

સમાજમાં સૌથી વધુ ગેરમાન્યતા, લોકવાયકા, ગેર સમજ આની સાથે જોડાયેલ છે.

ગુજરાતમાં કચ્છ-સુરેન્દ્રનગર સાથે ઉત્તર ગુજરાતમાં વધુ જોવા મળે છે

શક્તિવર્ધક દવામાં તેના ઉપયોગને કારણે તેની તસ્કરી વધુ થતી જોવા મળે છે.

તસ્કરો અહીંથી તેને પકડીને ચીન-મલેશિયા જેવા દેશોમાં મોકલે છે.

તેને પકડતી વન્યધારા હેઠળ ગુનો બનતો હોવાથી અવાર-નવાર આવા ચંદન ઘો પકડનારને પોલીસ પકડતી હોય છે

ઘો ને સાંઢા પણ કહેવાય છે.

સરિસૃપોમાં ચંદન ઘો ની દાણચોરી સૌથી વધુ થતી જોવા મળે છે.

કદમાં નાની કે મોટી ચંદન ઘો ભારે વજનવાળી હોય છે.

ગરોળી કરતા કદમાં ઘણી મોટી હોવાથી પ્રથમવાર જોતા માણસ ડરી જાય છે.

ચંદન ઘો ની જમવાની સ્ટાઇલ વિચિત્ર છે

તે શિકારને ચાવવાને બદલે દાંતથી ટૂકડા કરીને ગળી જાય છે. તે પાણીમાં ખૂબ જ સારી રીતે તરી શકે છે. માદા ચંદન ઘો જમીનમાં ખાડો ગાળીને 8 થી 30 ઇંડા મુકે છે