નાની કિચન ટિપ્સ, અટકાવશે વસ્તુનો બગાડ અને વધારશે રસોઇનો સ્વાદ

નાનકડી કિચન ટિપ્સ પણ ઘણીવાર એવો જાદુ કરી જતી હોય છે, જેટલો આખી રેસિપિ પણ નથી કરી શકતી. તો નોંધી લો આ ખાસ ટિપ્સ અને દેખાડી દો કમાલ.

પનીર બનાવ્યા બાદ જે પાણી બચે છે તે હલકું અને શીઘ્ર પચી જનારું હોય છે.

આ પાણીથી લોટ પણ બાંધી શકાય છે કે પછી દાળ-ચોખામાં આ પાણી નાંખી તેને રાંધી શકાય છે.

સુગંધિત ચોખા બનાવવા હોય તો

બનાવતી વખતે તેમાં તજનો એક નાનકડો ટૂકડો નાંખી દો.

પ્રેશર કૂકરની રિંગ ઢીલી થઇ ગઇ હોય તો

તેને થોડો સમય ફ્રિઝમાં મૂકી દેવાથી તે ફરી વપરાશમાં લઇ શકાશે.

શાકમાં મરચું વધુ પડી જાય તો

તેમાં થોડો ટોમેટો સૉસ કે દહીં નાંખો. શાકની તીખાશ ઓછી થઇ જશે.

ખીર બનાવતી વખતે જ્યારે ચોખા ચઢી જાય ત્યારે ચપટી મીઠું નાંખો.

ખાંડ ઓછી લાગશે અને ખીર લાગશે સ્વાદિષ્ટ.

પરોઠા બનાવતી વખતે લોટોમાં એક બાફેલું બટાકું

અને ચમચી અજમો નાંખશો તો તે સ્વાદિષ્ટ બનશે.

રોટી કે પરાઠાને એકદમ નરમ બનાવવા માટે જ્યારે તમે તેનો લોટ બાંધતા હોવ ત્યારે,

ઠંડાની જગ્યાએ ગરમ પાણીનો ઉપયોગ કરવો. આમ કરવાથી કણક એકદમ સોફ્ટ તૈયાર થશે.