કચ્છના સફેદ રણ વિશેની કેટલીક રસપ્રદ વાતો

અતિ રમણીય અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર એવું કચ્છનું સફેદ રણ.

કચ્છનું સફેદ રણ રણોત્સવની ઉજવણી માટે સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે

ઉનાળાના અંત અને ચોમાસાની શરૂઆતના દિવસોમાં 50 બાય 250 કિ. મી.ના રણમાં ઠેર ઠેર દરિયાના પાણી ફરી વળે છે

કુદરત ની અમૂલ્ય દેન છે સફેદ રણ

સફેદ રણમાં ખારૂ પાણી રહી પછી ખુલ્લા રણમાં પવનની જોરદાર તાકાતથી કંરટ પેદા થાય છે અને તેથી દલદલી જમીન પર મીઠું પાકે છે

આ મીઠામાં ચોમાસું પાણી ભળે એટલે ચીકાશ પેદા થાય છે.

આ ચીકાશ સાથેનુ મીઠું જયારે ઠંડી પડે ત્યારે જામી જાય છે અને તેથી સફેદ રણ સર્જાય છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી આ રણ પર્યટનનું કેન્દ્ર બની ગયું છે.

દુનિયાભરથી લોકો ભારતના મોહક મીઠાના રણની મુલાકાત લેવા માટે આવે છે.

અહીંનું એક મુખ્ય આકર્ષણ સૂર્યોદય અને સૂર્યાસ્તને જોવાનું હોય છે.

ઘણાં મુસાફરો પૂનમના ચંદ્રની ચાંદનીમાં મીઠાના સફેદ રણને જોવા અહીં આવે છે.