ભારતની નદી સોન નદી

આ બિહાર રાજ્યની મુખ્ય નદીઓ પૈકીની એક છે

સોન નદી અથવા સોનભદ્ર નદી ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યથી નીકળી ઉત્તર પ્રદેશ,

ઝારખંડની ટેકરીઓમાંથી પસાર થઈ વૈશાલી જિલ્લાના સોનપુર ખાતે ગંગા નદીમાં ભળી જાય છે.

આ નદીનું નામ સોન પડ્યું, કારણ કે

આ નદીની રેતી પીળો રંગ જે સોના જેવી ચમક ધરાવે છે.

આ નદીની રેતી મકાન બાંધકામ માટે ખૂબ જ ઉપયોગી છે.

તે રેતી સમગ્ર બિહાર ખાતે આ બાંધકામના ઉપયોગ માટે લાવવામાં આવે છે

ગંગા અને સોન નદીના સંગમ સ્થળ સોનપુર ખાતે એશિયાનો સૌથી મોટો પશુ મેળો યોજાય છે.

આ નદી શાંત રહે છે. તેનું તળ છીછરું અને પાણી ઓછું રહે છે. વરસાદની ઋતુમાં તેનું સ્વરૂપ વિકરાળ બને છે.

આ નદીનું પાણી મીઠું, નિર્મળ અને સ્વાસ્થ્યવર્ધક છે

તેના કિનારા પર અનેક કુદરતી દ્રશ્યો વિશાળ સંખ્યામાં હાજર છે.