કોફી પીવાના શોખીનો માટે ખાસ, જાણો દુનિયાની સૌથી જુની કોફી વિશે

કોફીની ખેતી મુખ્યત્વે દેશના દક્ષિણ પર્વતીય વિસ્તારોમાં થાય છે. કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં કોફીનું વધુ ઉત્પાદન થાય છે.

આપણા દેશમાં લોકોને ચા પછી કોઈ પીણું પીવાનું પસંદ હોય તો તે છે કોફી

કોફીને લઈને યુવાનોમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તે સ્વાસ્થ્ય માટે પણ સારું કહેવાય છે.

ભારતમાં કોફીની ઘણી જાતો ઉગાડવામાં આવે છે

કેન્ટ કોફીને ભારતની સૌથી જૂની કોફી ગણવામાં આવે છે. તે મોટાભાગે કેરળ રાજ્યમાં ઉગે છે.

અરેબિકા કોફીને ભારતમાં ઉત્પાદિત ઉચ્ચ ગુણવત્તાની કોફી ગણવામાં આવે છે

આ કોફી દરિયાની સપાટીથી 1000 થી 1500 મીટરની ઉંચાઈ પર ઉગાડવામાં આવે છે. મુખ્યત્વે દક્ષિણ ભારતમાં ઉત્પાદન થાય છે.

આ સિવાય અન્ય પ્રકારની કોફી પણ ભારતમાં ઉગાડવામાં આવે છે.

કોફી ઉગાડવા માટે 150 થી 200 સેમી વરસાદ પૂરતો છે. તે શિયાળામાં ખેતી માટે યોગ્ય નથી

એકવાર કોફીનો છોડ રોપ્યા પછી તે વર્ષો સુધી ઉત્પાદન થાય છે.

તેની ખેતી માટે સૌપ્રથમ ખેડાણ કરીને ખેતરની જમીન પોચી બનાવવી જોઈએ.