ખજૂર ટામેટા ની ચટણી સમોસા , કચોરી , પકોડા સાથે તો સરસ લાગે જ છે પણ પરોઠા કે થેપલા સાથે પણ એટલી જ સ્વાદિષ્ટ લાગે છે.
સૌ પ્રથમ ખજુર ને બારીક સમારી લો. ખજૂર બારીક હશે તો બાફવા માં સરળતા રહેશે..
કડાઈ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ , જીરું , વરિયાળી , લાલ સૂકા મરચા અને લવિંગ ઉમેરી થોડી સેકેન્ડ્સ માટે શેકો.
ત્યાર બાદ કડાય માં હિંગ ઉમેરી , ખજુર ના કટકા અને ટામેટા ના કટકા ઉમેરો..
હવે એમાં સ્વાદ મુજબ ગોળ, મીઠું અને લાલ મરચું ઉમેરો.
થોડી વાર પછી જોશો તો ખજૂર અને ટામેટા પોચા પડી ગયેલા લાગશે.
ચટણી જાડી થાય એટલે એમાં કોથમીર ઉમેરી ગેસ બંધ કરો..
આ ચટણીને ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે.