શ્રીલંકા એક ટાપુ દેશ છે

તેની ભૌગોલિક સ્થિતિ ને લીધે કે જે મુખ્ય સમુદ્રી માર્ગોમાં આવે છે, તેની વસ્તી અંદાજે ૨.૨ કરોડ લોકોની છે.

પૌરાણિક કાળથી શ્રીલંકા બૌદ્ધ ધર્મનું અને સંસ્કૃતિક કેંદ્ર રહ્યું છે.

શ્રીલંકાનો ઉલ્લેખ તો પ્રાચીન સમય થી જાણવા મળે છે.

રામાયણ જેવા પૌરાણીક ગ્રંથ માં તેને "લંકા" ના નામથી વીગતે વર્ણવવામાં આવ્યું છે

ત્યાર પછી સમ્રાટ અશોકના શીલાલેખોમાં પણ તેના ઉલ્લેખો જોવા મળે છે

આગાઉ સિલોનના નામે ઓળખાતા શ્રીલંકાને સૌ પ્રથમ કબજે લેનાર પોર્ટુગીઝ હતા.

ત્યાંની મુળ સિંહાલી પ્રજાએ ક્યારેય સ્વતંત્રતા માટે માંગણી કરી ન હતી, છતાં ભારત આઝાદ થયા પછી ૧૯૪૮ માં શ્રીલંકા પણ આઝાદ થયું.

આ દેશમાં સૌથી મુખ્ય આવક ટુરિઝમ ક્ષેત્રે એટલે કે પ્રવાસ દ્વારા થાય છે

ત્યાંના ઉષ્ણકટિબંધ વનો, સમુદ્રી તટ અને કુદરતી દેખાવના સૌંદર્યને લીધે શ્રીલંકા દુનિયાભરના સહેલાણીઓમાં લોકપ્રિય છે.