પીળા દાંત-શ્વાસની દુર્ગંધ દૂર કરવા આજથી જ શરૂ કરો આયુર્વેદિક ઉપાય,

પીળા દાંત અને શ્વાસની બદબૂથી રાહત મેળવવા માટે હવે તમારે વારંવાર ડેન્ટિસ્ટ પાસે જવાની જરૂર નથી.

દરરોજ ટંગ સ્ક્રેપર એટલે કે ઉલ ઉતારથી જીભ પર જમા તમામ ખરાબ પદાર્થો હટી જાય છે,

જે બેક્ટેરિયા અથવા કેવિટીનું કારણ બને છે. આ માટે તમે કોપર અથવા સ્ટેનલેસ સ્ટીલના સ્ક્રેપરનો ઉપયોગ કરી શકો છો.

દાંતને સાફ કરવા માટે તમે લીમડા અથવા બાવળના બ્રશનો ઉપયોગ કરો.

આ જડીબુટ્ટીઓમાં એન્ટી-માઇક્રોબિયલ ગુણો રહેલા છે.

હર્બલ જડીબુટ્ટીઓના પાણીથી કોગળા

ત્રિફળા અથવા યષ્ટિમધુ જેવી જડીબુટ્ટીઓના પાણીથી કોગળા કરવાથી મૌખિક સ્વસ્થ જળવાય છે અને મોંઢાના છાલા દૂર થાય છે

આ માટે તમે ત્રિફળાને પાણીમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધુ ના થઇ જાય.

આ પાણી હૂંફાળુ થાય ત્યારબાદ કોગળા કરો.

ભોજન બાદ બ્રશ કરવું જરૂરી છે,

ખાસ કરીને ચોકલેટ અથવા શુગર ડ્રીંક્સ જેવા પદાર્થોના સેવન બાદ. તેથી દિવસમાં બે વખત એટલે કે સવારે અને રાત્રે સૂતા પહેલાં બ્રશ કરો.