સ્ટેચ્યુ ઓફ યુનિટી

ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા વલ્લભભાઈ પટેલને સમર્પિત ગુજરાત, ભારતમાં આવેલું એક સ્મારક છે.

આ સ્મારકનો વિસ્તાર ૨૦,૦૦૦ ચોરસ મીટર છે

તે સરદાર સરોવર બંધની સામે 3.2 km (2.0 mi) દૂર નદીમાં આવેલા સાધુ બેટ પર ભરૂચ નજીક આવેલું છે.

આ સ્મારક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.

મુલાકાતીઓને વ્યૂઇંગ ગેલેરીમાં જવાની મંજૂરી છે જે લગભગ 500 ફૂટની ઉંચાઈ પર પ્રતિમાની છાતીની નજીક છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબર થી ફેબ્રુઆરીના ઠંડા મહિનામાં છે

તેમ છતાં સાઇટ આખા વર્ષ દરમિયાન ખુલ્લી રહે છે.

પ્રતિમાનું નિર્માણ ભારતીય કંપની લાર્સન અને ટુબ્રો (L&T) દ્વારા કરવામાં આવ્યું હતું

ભારતીય મૂર્તિકાર, પદ્મ ભૂષણ પુરસ્કાર થી નવાજિત “રામ વાણજી સુતાર” દ્વારા આ ભવ્ય પ્રતિમાની રચના કરવામાં આવી છે.