સ્ટ્રૉબેરી માત્ર સ્વાદિષ્ટ જ નહી પૌષ્ટિકતાથી ભરપૂર હોય છે,

સ્ટ્રોબેરી વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે.

સ્ટ્રોબેરી એક નરમ ફળ છે.

બાળકથી લઈને વૃદ્ધો સુધી કોઈ પણ ઉંમરની વ્યક્તિ આનું સેવન સરળતાથી કરી શકે છે.

સ્ટ્રોબેરીમાં પોટેશિયમનું પ્રમાણ વધારે છે અને સોડિયમનું પ્રમાણ ખૂબ જ ઓછું છે

એના આ બે ગુણોનાં સંયોજનને કારણે હાઇપર્ટેન્શનના દરદી માટે સ્ટ્રોબેરીનું સેવન લાભદાયી બની રહે છે.

તેમાં ફાઇબર્સ ભરપૂર હોય છે.

સ્ટ્રોબેરીના આ ગુણને કારણે જેઓ વજન ઓછું કરવા માગે છે તેઓ પણ સ્ટ્રોબેરી ખાઈ શકે છે.

શિયાળો શરૂ થાય એટલે બજારમાં સ્ટ્રોબેરી દેખાવા લાગે છે.

આ ફળનાં સ્વાસ્થ્ય વર્ધક લાભ પણ ઘણા છે, પરંતુ તેને ખાવાની યોગ્ય રીત જાણવી પણ એટલું જ જરૂરી છે.