ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું,

હિમાલય જેવી કાતિલ ઠંડીની આગાહી

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો સમય આવી ગયો છે.

1 જાન્યુઆરીથી ગુજરાતનું વાતાવરણ પલટાયું છે. ત્યારે હવે ગુજરાતમાં પણ કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે

હવામાન વિભાગે લોકોને ચેતવ્યા છે.

રાજ્યમાં બે દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળશે. નલિયામાં સૌથી ઓછું 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

પવનની ગતિને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

હાલ રાજ્યમાં પવનની ગતિ ઉત્તરથી ઉત્તર પૂર્વીય તરફ જોવા મળી છે. જેથી લોકો સવારની ઠંડીનો સદુપયોગ કરતા જોવા મળ્યા છે.

ગુજરાતમાં આગામી પાંચ દિવસ તાપમાનમાં ફેરફાર નહી નોંધાય તેવી આગાહી કરી છે.

રાજ્યમાં સૌથી ઓછું 8.4 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.9 ડિગ્રી નોંધાયું છે.

ગુજરાતના અનેક સ્થળે ઠંડીનો ચમકારો વધ્યો છે

ભુજમાં 11.7 ડિગ્રી અને રાજકોટમાં 12.8 ડિગ્રી નોંધાઈ છે.

14.4 ડિગ્રી, અમરેલીમાં 15 ડિગ્રી નોંધાઈ છે.

અમદાવાદ શહેરમાં વહેલી સવારે ઠંડી તો દિવસે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 12 ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે.

ગઈકાલે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી તો મહત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું છે