સુરજને મળી આદિત્યની આંખો, ISRO ને મળી મોટી સફળતા,

પાંચ મહિના બાદ L1 પોઇન્ટ પર પહોંચ્યું યાન

ISRO એ સુરજનો અભ્યાસ કરનારા સોલર પ્રોબ Aditya ને L1 પોઇન્ટ પર

સફળતાપુર્વક પહોચાડી દીધું છે.

યાનને L1 પોઇન્ટની ચારેબાજુ રહેલા હેલો ઓર્બિટમાં પ્રક્ષેપીત કરી દીધું છે.

હવે ધરતીથી આશરે 15 લાખ કિલોમીટર દુરથી આદિત્ય સેટેલાઇટ સુરજનો અભ્યાસ આગામી પાંચ વર્ષ સુધી કરશે.

ISRO નવા વર્ષે રચ્યો ઇતિહાસ.

ભારતનો Aditya સેટેલાઇટ L1 પોઇન્ટના હેલો ઓર્બિટમાં ઇસર્ટ કરી દેવાયું છે.

હવે ભારતના પહેલા સોલર ઓબ્જર્વેટરીની ધરીથી અંતર 15 લાખ કિલોમીટર છે.

2 સપ્ટેમ્બર 2023 ના રોજ શરૂ થયેલી આદિત્યની યાત્રા ખતમ થઇ ચુકી છે.

400 કરોડ રૂપિયાનું આ મિશન હવે

ભારત સહિત સમગ્ર વિશ્વના સેટેલાઇટને સૌર તોફાનથી બચાવશે.

આદિત્ય L1 પોઇન્ટ પર પહોંચાડવું એક પડકારજનક કામ હતું.

તેમાં ગતિ અને દિશાનો યોગ્ય તાલમેલ ખુબ જ જરૂરી હતું. તેના માટે ઇસરોને તે જાણવું જરૂરી હતું કે તેનું સ્પેસક્રાફ્ટ ક્યાં હતું, ક્યાં છે અને ક્યાં જશે.

આદિત્ય સુરજના કોરોનાથી નિકળનારી ગરમી અને ગરમ હવાઓનો અભ્યાસ કરશે

સૌર હવાઓના વિભાજન અને તાપમાનનો અભ્યાસ કરશે - સૌર વાયુમંડળને સમજવાનો પ્રયાસ કરશે.