સૂર્યનગરી જોધપુર - રાજસ્થાનનાં રજવાડાંઓનાં ભવ્ય ઇતિહાસની ઝાંખી કરાવતું નગર!!

રાજસ્થાનના સમૃધ્ધ સાંસ્કૃતિક વારસાની ધરોહર સંગોપીને બેઠેલું એવું જ એક નગર એટલે જોધપુર.

'બ્લુ સિટી' તરીકે ઓળખાતા જોધપુરના મહેલો, દુર્ગો અને મંદિરોમાં રાજસ્થાનના રંગો ઝળકે છે.

આજે આ બ્લુ સિટી એક ફોટોજનિક શહેર તરીકે વિશ્વભરનાં પ્રવાસીઓને આકર્ષે છે.

જોધપુરનું મુખ્ય આકર્ષણ ત્યાંના મહેલો અને કિલ્લાઓ છે.

તેમાં મહેરાનગઢ ફોર્ટ સૌથી શ્રેષ્ઠ છે. મહેરાનગઢનો અર્થ સૂર્ય એવો થાય છે.

કોઈપણ સ્થળની મુલાકાત લઈએ ત્યાં આપણે શોપિંગ તો અચૂક કરીએ જ.

જોધપુર શહેરની વચ્ચે ઘંટાઘર આવેલું છે, જેની આસપાસ સરદાર માર્કેટ ભરાય છે

શહેરની વચ્ચે 'તુરજી કા ઝાલરા' વાવ આવેલી છે.

પ્રવાસીઓ અહીં આવીને ચોક્કસપણે ફોટોગ્રાફી કરે છે.