ઝૂલતા મિનારા અમદાવાદ, ગુજરાતમાં આવેલ મિનારા અને મસ્જિદ

ઝૂલતા મિનારા ગુજરાત રાજ્યના અમદાવાદ કે જે એક સમયે રાજ્યની રાજધાની હતી, તે શહેરમાં આવેલું પુરાતન સ્થાપત્ય છે.

આ સ્થાપત્યનું નિર્માણ મોગલ શૈલીમાં કરવામાં આવેલું છે.

એક મિનારા પર ચડીને એને હલાવવાથી બીજો મિનારો પણ થોડી ક્ષણોમાં હલે છે તેથી આ મિનારાનું નામ ઝૂલતા મિનારા પડ્યું છે

તેના છજાઓમાં બારીક નકશીકામ કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં સારંગપુર-ગોમતીપુરમાં રેલ્વે સ્ટેશનની બહારનાં ભાગે આવેલા આ મિનારા ત્રણ માળનાં બનેલા છે

૧૯૮૧માં કુતુબ મિનારમાં બનેલી દુર્ઘટના પછી

આ મિનારાઓ પર ચડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મિનારાનો ઉપરનો ભાગ ક્ષતિગ્રસ્ત છે.

અમદાવાદમાં સીદી બશીરની મસ્જિદમાં આવા મિનારા બાંધવામાં આવ્યા હતાં,

જે સુલતાન અહમદ શાહનાં ગુલામ સીદી બશીરે બાંધ્યા હતાં તેમ માનવામાં આવે છે.