તાજ મહેલ આગ્રા, ભારતમાં આવેલ પ્રસિદ્ધ કબર, સાત અજાયબીમાંની એક

ભારતનાં આગ્રા શહેરમાં સ્થિત એક મકબરો છે. તેનું નિર્માણ મોગલ બાદશાહ શાહજહાંએ પોતાની પત્ની મુમતાજ મહેલની યાદમાં કરાવડાવ્યું હતું

તાજ મહેલનો સફેદ ઘુમ્મટ આરસપહાણથી જડેલો છે.

તાજમહેલ ઇમારત સમૂહની સંરચનાની ખાસ વાત એ છે કે તે પૂર્ણતઃ સંમિતીય (પ્રતિરૂપતા ધરાવે) છે.

તાજ મહેલનું બાંધકામ ઇ. સ. ૧૬૫૩માં પૂર્ણ થયું હતું.

તાજ મહેલનાં બાંધકામમાં ૨૦,૦૦૦ કારીગરોને કામે લેવામાં આવ્યા હતા

મકબરા પર એક આરસનો ઘુમ્મટ (જુઓ ડાબે) છે

તાજનો તે સર્વાધિક સુંદર ભાગ માનવામાં આવે છે.

તેનું શિખર એક ઉલટા રાખેલ કમળથી અલંકૃત છે.

તેની ઊંચાઈ લગભગ ઇમારતના પાયા જેટલી, લગભગ ૩૫ મીટર છે, અને તે એક ૭ મીટર ઊંચા નળાકાર પાયા પર સ્થિત છે

તાજમહલ ઇમારત સમૂહ રક્ષાદીવાલોથી પરિબદ્ધ છે

આ દીવાલો ત્રણ તરફ લાલ બલુઆ પત્થરથી બની છે, તથા નદી ની તરફ ખુલી છે.