બાળકોને સ્વિમિંગ પૂલમાં ન્હાવા લઈ જતાં પહેલા રાખો આ બાબતોની કાળજી…

સ્વિમિંગ-પૂલમાં પાણીને જંતુમુક્ત કરવા માટે વાપરવામાં આવતું ક્લોરીન બાળકની નાજુક ત્વચા પર પણ અસર કરી શકે છે

ચાંઠાં, ખંજવાળ, ઇન્ફેક્શન કે સનબર્ન જેવા ત્વચા સંબંધિત પ્રૉબ્લેમ્સ ઊભા થઈ શકે છે.

આ માટે સારી સનસ્ક્રીન લગાવવી જરૂરી છે જે ફક્ત સૂર્યનાં કિરણોથી જ નહીં, બાળકને ક્લોરિનની અસરથી બચાવે છે.

બાળકોમાં આવા કેમિકલયુક્ત પાણીને કારણે આંખ અને કાનનું ઇન્ફેક્શન પણ ખૂબ જ સામાન્ય છે,

જેનાથી બચવા સ્વિમિંગ ગ્લાસિસ પહેરવા અને કાનને વ્યવસ્થિત સાફ રાખવા જરૂરી છે.

બાળકને પાણીજન્ય રોગોનું રિસ્ક વધી શકે.

ઘણી વાર જે બાળકને આવા રોગો હોય તે બાળક પૂલમાં આવે તો બીજા બધા જ બાળકને આવાં ઇન્ફેક્શન લાગવાની શક્યતા રહે છે.

સતત શરદી-ખાંસી પણ રહે.

બાળકો પૂલમાં વધુ સમય રહે અને પૂલની બહાર પણ ખૂબ ભીનાં થઈને રહે તો તેમને સાઇનસની તકલીફ થઈ શકે છે.