ચા કેમેલીયા સીનેન્‍સીસ છોડના પાંદડાઓ અને કુમળી કુંપળોની કૃષિ પેદાશ છે

જેને જુદી જુદી પદ્ધતિઓથી બનાવવામાં આવે છે અને માવજત કરવામાં આવે છે

વિશ્વમાં પાણી પછી સૌથી વ્‍યાપકપણે વપરાતું પીણું ચા છે

તેનો સ્‍વાદ ઠંડો, થોડોક કડવો, અને તૂરો હોય છે જેનો આનંદ ઘણાં લોકો ઉઠાવે છે.

ચાની લગભગ છ જાતો છે:

સફેદ, પીળી, લીલી, ઉલોંગ (કાળોનાગ), કાળી, અને પૂઅર. જેમાં બજારમાં સામાન્‍યપણે જોવા મળતી જાત સફેદ, લીલી, ઉલોંગ, અને કાળી છે[

ચાના છોડને વધુ ગરમ આબોહવા ઉપરાંત ઓછામાં ઓછા ૫૦ ઇંચ (તસુ) વરસાદની જરૂર પડે છે

આ ઊંચાઈએ છોડ ખૂબ ધીમેથી ઊગે છે અને વધુ પત્તીઓમાં સારી સુગંધ ઉત્પન્ન થાય છે

પુખ્‍ત છોડના ફક્ત ઉપરના ૧-૨ ઇંચને ચૂંટવામા આવે છે

આ કળીઓ અને પાંદડાઓને નવા પાન કહેવાય છે.વનસ્પતિની સાનુકૂળ ઋતુમાં એક છોડમાં દર સાતથી દસ દિવસે નવા પાન ઊગે.

ચાના છોડને જો ખલેલ ન પહોંચાડાય તો તેનું ઝાડ બને છે

પરંતુ ખેતી માટે ઉગાડેલા છોડને સહેલાઈથી ચૂંટી શકાય તે માટે કમર સુધીની ઊંચાઈ સુધી જ રહેવા દઈને કાપવામાં આવે છે