સુંદર સિલ્કી વાળ માટે બજારનાં કેમિકલવાળા કન્ડિશનરને કહો Bye Bye

અને અપનાવી જુઓ ઘરે બનાવેલાં આ કન્ડિશનર જે તમારા વાળની ચમક અને સુંદરતા વધારી દેશે.

જો તમારા વાળ સૂકા અને રફ છે તો આ કન્ડિશનર બનાવો.

તેને બનાવવા માટે સૌથી પહેલાં કેળાંને મેશ કરી લો.

તેમાં મધ, દહીં અને લીંબુનો રસ મિક્સ કરો અને વાળમાં લગાવી દો

30 મિનિટ પછી વાળને ધોઈ નાંખો અને જુઓ વાળ કેવા સિલ્કી થઈ જાય છે.

પાકા પપૈયાને સ્મેશ કરો.

તેમાં થોડું દહીં અને 2 ચમચી ગ્લિસરીન નાંખીને માથામાં 30-45 મિનિટ માટે લગાવો

આ પેકથી તમારા વાળમાં ચમક આવશે.

આનાથી બે મોંવાળા વાળથી પણ છુટકારો મળશે.

અથવા તો ફ્રેશ આમળાંના ટુકડા બંનેમાંથી કોઈ એકની સાથે મહેંદીનાં પાન મિક્સ કરીને

તેની પેસ્ટ બનાવીને તેને એક રાત સુધી સૂકાવા દો. ત્યાર બાદ બીજાદિવસે 150 મિલી કોપરેલમાં આ પેસ્ટને ધીમા તાપમાને ગરમ કરો.

ત્યાર બાદ બીજાદિવસે 150 મિલી કોપરેલમાં આ પેસ્ટને ધીમા તાપમાને ગરમ કરો

જેના કારણે તેમાં રહેલો ભેજ બાષ્પીભવન થઈ જશે. ત્યાર બાદ તેને ઠંડું થવા દો

ઠંડું થયા બાદ આ તેલને તમારા વાળમાં લગાવતા રહો.

આ તેલથી માથામાં પડેલા ખોડાની સમસ્યાથી છુટકારો મળી જશે. ઉપરાંત તમારા વાળને અંદરથી મજબૂતી મળશે.