ગાંધીનગરમાં તાપમાન ગગડ્યુ

હવે કડકડતી ઠંડી માટે રહો તૈયાર, જાણો આગાહી

ગુજરાતમાં ઉત્તર તરફના પવનો ફૂંકાઇ રહ્યાં છે.

ત્યારે આગામી દિવસોમાં ઠંડી વધારે રહેશે તેમ હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યમાં હાલ ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે.

ત્યારે આગામી દિવસોમાં ઠંડી વધારે રહેશે તેમ હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં ઠંડા અને સૂકા પવનો ફૂંકાતા તાપમાન યથાવત રહેશે.

રાજ્યમાં હાલ વરસાદની કોઇ સંભાવના નથી.

હાલ ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી. રાજ્યમાં જેવું હવામાન આજે છે તેવું જ આગામી પાંચ દિવસ સુધી રહેવાની શક્યતા છે.

જે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન નીચું જવાની શક્યતા છે.

કે, આગામી પાંચ દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે.

ગુજરાતના 14 શહેરમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયુ છે.

સોમવારે પાટનગર ગાંધીનગરનું તાપમાન સૌથી વધુ 8 ડિગ્રીએ પહોંચ્યુ છે.

ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ પણ ઠંડુગાર રહ્યુ હતુ.

ડીસા અને નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. આ સાથે વડોદરા અને રાજકોટમાં 12 ડિગ્રીએ પારો પહોંચ્યો છે.

સુરેન્દ્રનગર, મહુવામાં 13 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

આ ઉપરાંત ભુજમાં 14, ભાવનગરમાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ છે.