કાપડની શોધ હજારો વર્ષ પહેલાં થઈ હતી.

કપાસમાંથી કાપડ બનાવવાની જૂની પરંપરા છે. પરંતુ આજે જાતજાતના કૃત્રિમ રેસાના કાપડ બને છે.

કપાસમાંથી બનેલું હાથવણાટનું કાપડ

ખાદી અથવા ખદ્દર ભારત દેશમાં હાથ વડે કાંતીને અને હાથ વડે વણાટ કરીને બનાવવામાં આવેલા કાપડ (વસ્ત્ર)ને કહેવામાં આવે છે.

કપડાં એ માણસની ખોરાક પછીની મોટી જરૃરિયાત છે.

આદિકાળમાં માણસ પશુના ચામડા, વનસ્પતિના પાન વગેરેથી શરીર ઢાંકતો અને ઠંડી, ગરમી અને વરસાદ સામે રક્ષણ મેળવતો.

ઋ માંથી કાપડ બનતા સુધી લાંબી પ્રક્રિયા છે. ઋમાંથી સુતરના તાંતણા બને.

કાપડને ધ્યાનથી જોશો તો તેમાં આડા અને ઊભા તાંતણાની ગોઠવણી જોવા મળે.

અગાઉ હાથશાળ ઉપર કાપડ વણાતું.

જુદા જુદા દેશોમાં વિવિધ રચનાના રેંટિયા અને હાથશાળ હતાં.

ઇ.સ. ૧૭૮૫માં એડમન્ડ કાર્ટરાઈટ નામના વિજ્ઞાાનીએ કાપડ વણવાના પાવરલૂમ મશીનની શોધ કરેલી.

કાપડ માટે રેશમ, કપાસ, શણ અને ઉન કુદરતી રેસા છે. આજે ટેરિકોટન સ્વરૃપના ઘણા બધા કૃત્રિમ રેસાનો ઉપયોગ થાય છે. અને કાપડ બને છે.