137 વર્ષ જૂનું ભગવાન શ્રીરામનું રમણીય મંદિર,

જ્યાં ગાંધીજી પણ આવતા હતા દર્શનાર્થે

રાજકોટની બોઘાણી શેરી ખાતે રૂગનાથજી મંદિર આવેલું છે. આ મંદિર 137 વર્ષ જૂનું છે.

રામજીનું બીજું નામ રૂગનાથજી છે. ભગવાન રામનું આ મંદિર લોકઆસ્થાનું કેન્દ્ર બન્યું છે

ગુજરાતમાં પણ મોટી સંખ્યામાં રામપ્રેમીઓ રહે છે અને રામજીના અનેક મંદિર આવેલા છે.

એવું જ એક મંદિર રાજકોટનું રૂગનાથજીનું મંદિર છે. ભગવાન શ્રીરામનું એક નામ રૂગનાથજી પણ છે.

આ મંદિર રાજકોટના સૌથી જૂના રામ મંદિર પૈકી એક છે.

આ મંદિર લોકઆસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ મંદિરની ખાસ વાત એ છે કે, આ મંદિરમાં મહાનુભાવોએ પણ દર્શન કરેલાં છે.

ગાંધીજી જ્યારે રાજકોટના કબા ગાંધીના ડેલામાં રહેતા હતા,

ત્યારે તેઓ તેમના પિતા સાથે ઋગનાથજી મંદિરના દર્શન કરવા માટે આવતા હતા.

વર્ષ 2019માં આ મંદિર ખાતે 131મો પાટોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો

હાલ આ મંદિરનું સંચાલન મોઢવણિક મહાજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

રાજકોટનું આ મંદિર રાજકોટની જનતા માટે આસ્થાનું કેન્દ્ર છે

આ મંદિરના પરિસરમાં મહાદેવનું મંદિર પણ આવેલું છે.

આ સાથે અહીંયા શિતળા માતાજીનું પણ મંદિર આવેલુ છે.

મહિલાઓ શિતળા સાતમના દિવસે અહીંયા પૂજા કરવા માટે આવે છે.