લાખોની સંખ્યામાં ભાવિકો કરશે ખોડીયાર માતાના દર્શન
મહા સુદ એકમથી મહા સુદ પૂનમ સુધી સતત પંદર દિવસ ખોડીયાર માતાજીના મંદિર પરિસર ખાતે મેળો ભરાય છે.
આ મેળામાં ખાણીપીણીના સ્ટોલ, મનોરંજનના સાધનો,તેમજ વિવિધ ચીજવસ્તુઓની ખરીદી માટેના સ્ટોલ હોય છે.
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ખોડીયાર માતાના દર્શન કરવા માટે ઉમટી પડે છે. અને મેળામાં મોજ માણી ચીજવસ્તુઓની ખરીદી કરે છે
તેવા લોકો તલ અને ગોળની સાની બનાવી વાજતે-ગાજતે માતાજીના મંદિરે આવે છે અને બાધા માનતા પૂર્ણ કરે છે.
વઢીયાર પંથક ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવશે.
વરાણા ખોડીયાર ધામ ખાતે લોકો તલની સાનિનો પ્રસાદ કરે છે
ઐતિહાસિક અને ભવ્ય મેળાની અંદર માં ખોડીયારના દર્શન કરવા સમગ્ર દેશ અને વિદેશની અંદરથી લોકો પહોંચે છે.