600 વર્ષ જૂનું અનોખું શિવાલય, મહાદેવના એકસાથે ત્રણ સ્વરૂપ ધરાવતું ગુજરાતનું એકમાત્ર મંદિર

આ ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં મહાદેવ ત્રણ સ્વરૂપે ભક્તોને દર્શન આપે છે.

સમગ્ર ગુજરાતમાં અનેક પૌરાણિક શિવાલય આવેલા છે. દરેકનું મહાત્મય અલગ છે.

તેવું જ એક અતિપૌરાણિક શિવાલય આવેલું છે ખેડા જિલ્લાના રઢુ ગામમાં.

ગુજરાતમાં આવેલું આ એવું શિવ મંદિર છે,

જ્યાં ઘીના ભંડાર રોજબરોજ વધતા જાય છે. મંદિરમાં ઘી ભરેલા 650 કાળા માટીના ગોળા છે.

અંદાજે 13થી 14 હજાર કિલો જેટલું ઘી અહીં સચવાયેલું છે.

જેમાં જરા સરખી ગંધ નથી, જીવાતનો કોઈ ઉપદ્રવ નથી.

પહેલી નજરે સાભળીને આશ્ચર્ય થશે કે,

બે ચાર મહિના ઘી પડી રહે તેમાં ગંધ આવે કે ફૂગ જેવું લાગે છે. અહીં માટલામા સંઘરાયેલું ઘી કોઈપણ જાતની ગંધ વિના તાજુ રહ્યું છે.

અહીં વરસોવરસ ઘીના વધારાને સંઘરવા જગ્યા ઓછી પડે છે

જેના કારણે સંવત 2056ના શ્રાવણ માસથી દર વર્ષે મહિના દરમિયાન હોમાત્મક યજ્ઞ કરવામાં આવે છે

જેમાં ઘીનો હોમ કરવામાં આવે છે.

દિવસભર મોટી સંખ્યામાં ભાવિકજનો યજ્ઞના દર્શનાર્થ આવે છે. આ ઉપરાંત શ્રાવણ વદ બારસના દિવસે કામનાથ દાદાનો મોટો મેળો ભરાય છે.

ખેડા તાલુકાના ખેડા-ધોળકા હાઇવે રોડ ઉપર રઢુ ગામ આવેલું છે.

આ ગામની દક્ષિણે વાત્રક નદી આવેલી છે. અહીં પાંચ નદીનો સંગમ છે. તેની નજીક કામનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે.