વરસાદની સીઝનમાં ખૂણામાં દેખાતી કીડીઓ ફટાફટ ભાગી જશે, આ સરળ ટિપ્સ અપનાવો

લીંબૂ અને સંતરાની છાલની ગંધથી કીડીઓ ભાગી જશે. આપ એક મગમાં થોડુ પાણી લઈ તેમાં લીંબૂ નીચોડી જ્યાં કીડીઓ હોય તો, છંટકાવ કરી દો

વરસાદની સીઝનમાં ભેજ હોવાના કારણે રસોડુ અને ઘરના કિનારા પર લાલ-કાળી કીડી નીકળી આવે છે

હકીકતમાં જોઈએ તો, ખાટી અને કડવી ગંધથી કીડીઓ દૂર ભાગે છે.

મીઠુ- ઘરના ખૂણામાં કીડીઓ થઈ ગઈ હોય તો તેને ભગાડવા માટે મીઠાનો ઉપયોગ કરી શકાય છે

જે જગ્યા ર કીડીઓ થઈ રહી છે, તે જગ્યા પર મીઠાનો છંટકાવ કરવાથી તે ભાગી જશે

વાસણ ધોવાનો સાબુનો ઉપયોગ કરો-

વાસણ ધોવાનો થોડો સાબુ લઈ તેનું પાણી બનાવો. આ પાણીને સ્પ્રેમાં ભરીને કીડીઓ પર છંટકાવ કરો. આવું કરવાથી કીડીઓ ભાગી જશે.

કિચન મસાલાનો ઉપયોગ

જ્યાં પણ કીડીઓ થતી હોય ત્યાં હળદર અને કાળા મરીનું મિશ્રણ નાખી દો. થોડી વારમાં કીડીઓ તે જગ્યાએ ગાયબ થઈ જશે