બોલપેન એ આધુનિક યુગમાં હાથ વડે લખવા માટેનું મુખ્ય સાધન છે.

બોલપેન(Ballpen) અંગ્રેજી શબ્દ છે. ગુજરાતી ભાષામાં પણ આ શબ્દ સીધો જ વાપરવામાં આવ્યો છે.

બોલપેનમાં એક શાહી(ઇન્ક) ભરેલી નળી હોય છે,

જેમાં ભરવામાં આવતી શાહી વધુ ઘનતા વાળી એટલે કે ઘાટી હોય છે.

આ શાહી એક અત્યંત ઝીણા કદના દડા(બોલ) દ્વારા ધીરે ધીરે બહારની તરફ ખસે છે,

જે કાગળ પર ચોંટી જતાં લખાણ સ્વરુપે કાગળ પર જોવા મળે છે. કાગળ ઉપર લખતા,ઘર્ષણને કારણે, પેનનો બોલ ઘુમે છે અને શાહી બહાર આવી લખાણ થાય છે

આ બોલ પીત્તળ,પોલાદ કે ટંગસ્ટન કાર્બાઈડ જેવી ધાતુનો બનેલો હોય છે

જેનો વ્યાસ ૦.૭ મીલીમીટર થી ૧.૨ મીલીમીટર જેટલો હોય છે.

કાગળ પર લખતાં તરત જ શાહી સુકાઈ જાય છે.

રીફીલેબલ પેન એટલે કે રીફીલ બદલી શકાય તેવી તેમ જ ડીસ્પોઝેબલ પેન એટલે કે શાહી પૂરી થઈ જાય ત્યારે ફેંકી દેવાની પેનો બજારમાં મળે છે.