પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ,

આ મહિનામાં ભગવાન શંકરની વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કરવામાં આવે છે.

શાસ્ત્રો પ્રમાણે શ્રાવણ મહિનામાં વ્યક્તિએ સાત્વિક આહાર લેવો જોઈએ

આ મહિનામાં બ્રહ્મચર્યનું પણ પાલન કરવું જોઈએ.

શ્રાવણ મહિનામાં સોમવારના વ્રતનું ખૂબ જ મહત્વ હોય છે

શ્રાવણ મહિનામાં સોમવારના વ્રત દરમિયાન ભગવાન શિવનો જળાભિષેક કરવો જોઈએ.

એવું માનવામાં આવે છે કે, શંકરની કૃપા પ્રાપ્તિ માટે આ મહીનો ખૂબ જ ઉત્તમ હોય છે

શ્રાવણ માસમાં ઘણા લોકો આખો મહિનો ઉપવાસ કે એકટાણા કરી ભગવાન શિવની બીલીપત્ર, દૂધ, ચંદન અને ઘીની પૂજા કરે છે

વર્ષ દરમિયાન ફક્ત શ્રાવણ માસ જ એવો છે કે જેમાં અનેક તહેવારો અને વિવિધ વ્રતો જોવા મળે છે

જેમાં જીવંતિકા વ્રત, ફૂલકાજળી વ્રત, બળેવ, શીતળાસાતમ, જન્માષ્ટમી વગેરે હિંદુઓના મોટા તહેવાર આવે છે.