બર્મ્યુડા ત્રિકોણને ડેવિલ્સ(રાક્ષસી) ત્રિકોણ પણ કહેવામાં આવે છે.

આ વિસ્તાર એટલાન્ટિક મહાસાગરની ઈશાન દિશા તરફ આવેલો છે

જ્યાં કેટલાય વિમાનો અને વહાણો લાપતા બન્યા છે.

કેટલાક લોકો દાવો કરે છે કે લાપતા થવાનું કારણ માનવીય ભૂલ, સાધનોની ખામી કે પછી કુદરતી હોનારત સિવાયનું છે,

જે માનવીય હસ્તક્ષેપથી પર છે.

આ ઘટનાઓ બનવા પાછળ સામાન્ય રીતે પેરાનોર્મલ, ભૌતિક વિજ્ઞાનના નિયમોથી પર અથવા રગ્રહવાસીઓની પ્રવૃતિઓને જવાબદાર માનવામાં આવે છે.

આ ત્રિકોણને લગતું ઘણું સંશોધન કરવામાં આવ્યું છે,

આ ઘટનાઓ અંગે જે હાઉ ઉભો કરવામાં આવ્યો છે તે ઘણી બધી તપાસો કરવા છતાં ઉકેલી શકાયો નથી

ત્રિકોણમાં બનેલા ઘણા બનાવોમાં હોકાયંત્રમાં આવેલી સમસ્યાનો હવાલો આપવામાં આવ્યો છે

તો ઘણા એવી પણ થિયરી રજૂ કરે છે કે આ વિસ્તારમાં કોઈ અદ્રશ્ય ચુંબકિય ક્ષેત્ર હોવું જોઈએ.

આ વિસ્તારમાં વિશ્વનો સૌથી વ્યસ્ત દરિયાઈ વાહન વ્યવહાર થાય છે,

આ વિસ્તારમાંથી દરરોજ કેટલાય વહાણો અમેરિકા, યુરોપ અને કેરેબિયન ટાપુઓના બંદરો પર જાય છે.

ક્રુઝ શીપની પણ સારી એવી સંખ્યા છે,

તેમજ મોજમજા માટેના વહાણો ફ્લોરિડા અને અન્ય ટાપુઓ વચ્ચે હેરફેર કરે છે.

વહાણોની સાથે સાથે

ઉત્તર તરફથી આવતા વિમાનોની પણ આ રુટ પર સારી એવી સંખ્યા છે.