સૌથી પહેલા તમે દાળ અને ચોખાને સાફ કરીને ધોઇ લો અને પછી તેને અલગ-અલગ વાસણોમાં 15 મિનિટ માટે પાણીમાં પલાળીને રાખી દો.
જેથી તમારી ખીચડી જલ્દી ચડી જાય. જો કે 15 મિનિટ સુધી પલાળવાથી પણ તમારુ કામ થઇ જશે.
પછી ગેસ પર પ્રેશર કુકર મૂકો અને તેમાં 1 ચમચી ઓઇલ નાંખો.
ડુંગળી નાંખીને થોડી વાર સાંતળો. જ્યારે ડ઼ુંગળી સારી રીતે સંતળાઇ જાય, ત્યારે તેમાં લીલા મરચા નાંખો.
આ વસ્તુને થોડી વાર માટે સાંતળ્યા બાદ તેમાં ચોખા અને દાળ નાંખીને 2થી 3 મિનિટ માટે સાંતળો અને પછી તેમાં બધા શાકભાજી નાંખી દો.
પછી તેમાં બટાકા અને મીઠું નાંખો. હવે કુકરનું ઢાંકણું બંધ કરી દો.
ત્રણ સીટી વાગ્યા બાદ ગેસ બંધ કરી દો અને કુકર ઠંડુ થાય તેની રાહ જુઓ. તે બાદ કુકર ખોલીને બધી વસ્તુને ચમચાથી મિક્સ કરો
તેની ઉપર ઘી નાંખીને સર્વ કરો. આ રીતે તૈયાર થઇ જશે તમારી મસાલા ખીચડી.