કાળો ડુંગર કચ્છનું સૌથી ઉંચું શિખર છે,

જેની ઉંચાઇ ૪૫૮ મીટર છે. તે જિલ્લાના મુખ્ય શહેર ભુજથી ૯૭ કિમી દૂર આવેલો છે અને સૌથી નજીકનું શહેર ખાવડા છે.

આ કદાચ એક માત્ર એવી જગ્યા છે જ્યાંથી કચ્છના રણનો ૩૬૦ અંશનો દેખાવ જોવા મળે છે.

આ જગ્યા પાકિસ્તાનની સરહદની નજીક હોવાથી તેની ટોચ પર લશ્કરી થાણું છે; તેની આગળ માત્ર લશ્કરના વ્યક્તિઓ જ જઇ શકે છે

કાળો ડુંગર ૪૦૦ વર્ષ જૂનાં દત્તાત્રેય મંદિર માટે જાણીતો છે.

માગસર સુદ પૂનમના દિવસે અહીં દત્તાત્રેય જયંતિની ઉજવણી થાય છે.

કચ્છનો મુગટ કહેવતો કાળો ડુંગર એ ભુજથી 70 કિલોમીટરના અંતરે આવેલો છે.

રણોત્સવની શરૂઆત સાથે જ આ કાળો ડુંગર સફેદ રણ આસપાસનો સૌથી શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યો છે.

કાળો ડુંગરને મેગ્નેટિક હિલ પણ કહેવામાં આવે છે.

આ પાછળનું કારણ છે અહીંની જમીનમાં રહેલા મેગ્નેટિક ફિલ્ડ. લદાખ બાદ કચ્છના આ કાળો ડુંગર પર જ આ મેગ્નેટિક હિલનો અનુભવ કરવા મળે છે.