રાજ્યમાં ઠંડી નહીં વધે, ગરમી વધશે!

ભરશિયાળે હવામાન રિવર્સ ગિયર લે તેવી આગાહી

ડિસેમ્બર મહિના દરમિયાન રાજ્યમાં સૂસવાટા મારતા પવનો સાથે કડકડતી ઠંડી પડતી હોય છે.

જેની સરખામણીએ આ વર્ષે આવી ઠંડીનો અનુભવ થયો નથી.

આગામી પાંચ-સાત દિવસ દરમિયાન મોટાભાગે વાતાવરણ સૂકુ રહેવાની સંભાવના છે

વરસાદ પડવાની કોઇ સંભાવના નથી. આગામી બે દિવસ દરમિયાન તાપમાન યથાવત રહેશે

એટલે કે હાલ જેટલું તાપમાન છે તેટલું જ રહેવાની સંભાવના છે.

બે દિવસ બાદ એક-બે ડિગ્રી વધી શકે છે. ઠંડીનો વધુ અનુભવ થઇ રહ્યો નથી, હાલ ખૂબ જ ઓછા પવન ફૂંકાઇ રહ્યા છે.

જ્યારે અમદાવાદમાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

જ્યારે મહત્તમ તાપમાન 25-26 આવી રહ્યું હતું. 28.7 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન નોંધાયું છે.

હાલ ઉત્તર દિશાથી ઉત્તર પૂર્વીય પવનો છે,

આગામી બે દિવસ દરમિયાન પણ આવા જ પવનો રહેશે. તેથી બે દિવસ દરમિયાન તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય. પરંતુ બે દિવસ બાદ એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે.

આગામી બે દિવસ બાદ પવનની દિશા બદલાવવાની સંભાવના છે.

તેથી ભેજ આવી શકે છે અને એકાદ ડિગ્રી તાપમાન વધવાની સંભાવના છે.

આ વર્ષે ડિસેમ્બરમાં ખૂબ જ વાદળછાયું વાતાવરણ રહ્યું છે.

તેના લીધે લધુત્તમ તાપમાન એટલે કે રાત્રિ દરમિયાનનું તાપમાન વધારે નીચું જતું નથી. પરંતુ દિવસ દરમિયાનનું તાપમાન નીચે જતાં ઠંડીનો અહેસાસ થયો હતો