શંખ દરિયામાં થતું એક જળચર પ્રાણી છે

અથવાતો વધુ સારી રીતે કહીએતો તે ખારા પાણીમાં રહેતાં એક પ્રકારનાં પ્રાણીનું રક્ષણાત્મક બાહ્ય કવચ છે.

ઘણી વખત શંખનો સુશોભનમાં પણ ઉપયોગ થતો જોવા મળે છે,

મોટા શંખની અંદર શોભાનાં છોડ ઉગાડવામાં આવે છે, ક્યારેક તેનો ઉપયોગ રંગ ભરવા, શાહીનાં ખડીયા તરીકે, વગેરે.

હિંદુ પુજા સામગ્રીમાં શંખનો સમાવેશ થાય છે.

ઘરે અને મંદિરમાં ભગવાનનાં દ્વાર ખોલતાં પહેલાં શંખ વગાડવામાં આવે છે.

ભગવાનનાં અભિષેકમાં પણ શંખ વપરાય છે

પુજામાં રાખવામાં આવતાં શંખ ઘણી વખત સોના કે ચાંદીથી મઢીને સુશોભીત કરવામાં આવે છે.

આપણે જેને શંખ તરિકે ઓળખીએ છે તે મૃદુકાય પ્રાણીનું કવચ છે

શંખનાં શરીરમાં એક પાતળી અને લાંબી ખાંચ હોય છે અને શરીરનું પોલાણ એક લાંબી નળી રૂપે હોય છે જેમાં પ્રાણી વસવાટ કરતું હોય છે.