દેશ આજે દિવાળી ઉજવી રહ્યો છે,

ઘરે-ઘરે રામ જ્યોત પ્રજવલીત કરવાની તૈયારી થઈ રહી છેઃ પીએમ મોદી

આખરે જે પળની આતુરતાથી સદીઓથી રાહ જોવાઈ રહી હતી

તે આજે પરિપૂર્ણ થયું થયું છે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પૂજામા ભાગ લીધા બાદ

મંદિરમાં ભગવાનના દર્શન માટે ઉપસ્થિત મહેમાનો, સાધૂ સંતો તથા દેશવાસીઓને સંબોધન કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનની શરુઆતમાં કહ્યું કે

આપ સૌને પ્રમાણ.. આપ સૌને રામ-રામ, આજે આપણા રામ આવી ગયા છે. સદીઓના પ્રતિક્ષા બાદ આપણા રામ આવી ગયા છે.

આગળ વડાપ્રધાને કહ્યું કે,

આપણા રામલલ્લા હવે ટેન્ટમાં નહીં રહે, હવે આપણા રામલલ્લા હવે દિવ્ય મંદિરમાં રહેશે.

આજની તારીખ વિશે વાત કરીને પીએમ મોદીએ કહ્યું,

22 જાન્યુઆરી 2024નો આ સૂરજ એક અદ્ભૂત આભા લઈને આવ્યો છે, આ કેલેન્ડર પર લખેલી એક તારીખ નહીં એક નવા કાળચક્રનો ઉદ્ગમ છે.

નિર્માણ કાર્યને જોઈને દેશવાસીઓને એક નવો વિશ્વાસ પેદા થઈ રહ્યો હતો.

આજે આપણને સદીઓના ધૈર્યની ધરોહર મળી છે. આજે આપણને શ્રી રામનું મંદિર મળ્યું છે.

પીએમ મોદીએ આજે દેશમાં જે માહોલ છે તેની વાત કરીને કહ્યું કે,

આખો દેશ આજે દિવાળી મનાવી રહ્યો છે. આજે સાંજે ઘરે-ઘરે રામ જ્યોત પ્રજવલીત કરવાની તૈયારી થઈ રહી છે.