ઈલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધ્યો,

પેટ્રોલ-ડીઝલના વાહનો કરતાં સસ્તા તેમજ ઈ-મોબિલિટી માટે સરકારના વિવિધ પ્રોત્સાહનોનો લાભ લેતાં ઈલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ સતત વધી રહ્યો છે

ઈલેક્ટ્રિક વાહનો થી આપણ ને જ ફાયદો છે

તેની જાળવણી માં ખુબ ઓછો ખર્ચ આવે છે

દેશ માં સતત વધી રહેલા વાયું પ્રદુષણ પર તે લગામ લગાવશે

કારણ કે આવા વાહનો ડીઝલ - પેટ્રોલ સંચાલિત વાહનો ની સરખામણી માં ઓછી કાર્બન ફૂટપ્રિન્ટ છોડે છે

જે પર્યાવરણ ને અનુકૂળ બનાવે છે

આ સાથે સાથે આ વાહનો તેલ આયત પર દેશ ની નિર્ભરતા પણ ઓછી કરે છે

તેથી વાહન માલિકો ને ઇંધણ માં પૈસા પણ ઓછા ખર્ચવા પડે છે

સરકારે ઈલેક્ટ્રોનિક વાહનો પર ટેક્સ પણ ઓછો કર્યો છે જેથી તેની કિંમત માં પણ ઘટાડો થયો છે