કરોડો ભક્તોની આતુરતાનો આવ્યો અંત,

અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024 એ થશે

અયોધ્યામાં ચાલી રહેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે

રામ લાલાને 22 જાન્યુઆરી, 2024ના રોજ ગર્ભગૃહમાં બેસાડવામાં આવશે.

કાર્યક્રમમાં પીએમ મોદી પણ ભાગ લેશે.

આ બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે મંદિરનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.

રામ લાલાના અભિષેકના એક સપ્તાહ પહેલા પૂજા શરૂ થશે.

22 જાન્યુઆરીએ ભગવાન રામ આ ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે.

દેશ-વિદેશમાં રહેતા દરેક રામ ભક્ત આ તારિખની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

રામ મંદિરના ઉદ્ઘાટનમાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય ઘણા જાણીતા લોકો અને સંતો હાજર રહેશે

મંદિરના ઉદ્ઘાટન બાદ મંદિર તમામ ભક્તો માટે હંમેશ માટે ખુલ્લું મુકવામાં આવશે.

આ કાર્યક્રમમાં હિન્દુ સમાજનું પ્રતિનિધિત્વ કરતા 4 હજાર સંતો હાજર રહેશે.

રામલલાની આરતીમાં પૂજવામાં આવેલા અક્ષત અને હળદર દરેક ઘરે જશે

ભગવાનની તસવીર પણ આપશે.

જ્યારે રામજી 14 વર્ષ પછી પાછા ફર્યા ત્યારે દિવાળી ઉજવીએ છીએ.

જો રામ 500 વર્ષ પછી પાછા ફરશે તો તે વધુ ભવ્ય બનશે.