કરોડો હિન્દુઓની આતુરતાનો 500 વર્ષ બાદ અંત,

દેશમાં ૫૦૦ વર્ષ કરતાં વધુના સંઘર્ષ પછી કરોડો હિન્દુઓ જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા તે આખરે આવી ગઈ છે.

પીએમ મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં ૧૧ દિવસથી અનુષ્ઠાન કર્યું છે.

પીએમ મોદીએ રવિવારે સમુદ્રનું જળ હાથમાં લઈને પ્રાર્થના કરી અને અર્ધ્ય આપ્યું. હવે પીએમ મોદી આજે સવારે અયોધ્યા મંદિર પહોંચશે અને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે

આ સાથે પૌરાણિક નગરી જાણે રાખમાંથી બેઠી થઈ હોય તેમ પુનર્જીવીત થઈ ગઈ છે.

અયોધ્યા શહેરમાં ‘શુભ ઘડી આયી’, ‘તૈયાર હૈ અયોધ્યા ધામ, વિરાજેગેં શ્રીરામ’ અને ‘અયોધ્યા મેં રામ રાજ્ય’ જેવા સૂત્રોચ્ચાર ગુંજી રહ્યા છે.

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં

૧૨,૦૦૦ જેટલા વિશેષ આમંત્રિત મહેમાનોનું અયોધ્યામાં આગમન શરૂ થઈ ગયું છે

રામ મંદિર ફૂલો અને રંગબેરંગી રોશનીથી ઝગમગી રહ્યું છે.

હિન્દુ સમાજની 500 વર્ષની તપસ્યા બાદ આજે ભગવાન શ્રી રામ તેમના નવા અને દિવ્ય મંદિરમાં બિરાજવા જઈ રહ્યા છે.

ભગવાનમાં આસ્થા ધરાવનારાઓ માટે આજનો દિવસ દિવાળીથી ઓછો નથી,

કારણ કે જે ભક્તો સાડા પાંચસો વર્ષથી પોતાના ઇષ્ટદેવના દર્શનની રાહ જોઈ રહ્યા છે તેમને તેમના જીવનની સૌથી મોટી ભેટ મળવાની છે.

પીએમ મોદી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ,

આરએસએસ પ્રમુખ મોહન ભાગવત રામલલાના અભિષેક સમારોહમાં હાજરી આપશે.

પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે

મહેમાનો આવવાનું શરૂ થઈ ગયું છે અને સ્ટેજ એક ઐતિહાસિક પ્રસંગ માટે તૈયાર થઈ ગયો છે.આજે સવારે 10 વાગ્યાથી મંદિરમાં મંગલ નાદ ગુંજશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેશે