દરિયાની ભયંકર શિકારી : શાર્ક માછલી ….

શાર્ક એ શ્રેષ્ઠ દરિયાઇ શિકારી માછલી છે.

શાર્ક માછલીની સૂંઘવાની શક્તિ ખૂબ તેજ હોય છે.

ઘાયલ માછલીઓનાં લોહીની સુગંધ તે દૂર સુધી પામી શકે છે.

ટાઇગર શાર્ક અને સફેદ શાર્ક ક્યારેક માણસ પર હુમલો કરે છે.

શાર્ક માછલી દરેક પ્રાણીની વિદ્યુતશક્તિને પારખી શકે છે અને એ પ્રાણીઓ ક્યાં છુપાયાં છે તે શોધીને શિકાર કરી શકે છે

શાર્કએ દરિયામાં રહેતી હાલતી ચાલતી મોત સમાન છે

જયારે કોઈપણ તેને તેના શિકાર જેવું દેખાય તો તે મુક્તિ નથી અને તેના મહાકાય દાંત અને મોટું જડબું એ શિકારને ચીરી અને ફ્કાડી ખાય છે.

શાર્કની ઘણી બધી પ્રજાતિ છે.

જગતના મહાસાગરોમાં કુલ 250 પ્રકારની શાર્ક જોવા મળે છે

મુખ્ય 3 પ્રકારની શાર્ક વધુ જાણીતી છે.

ગ્રેટ વ્હાઈટ શાર્ક ,વ્હેલ શાર્ક ,હેમર હેડ શાર્ક

શાર્ક ગણાય છે તો માછલી પણ અમુક બાબતો માં તે માછલી કરતા જુદી છે.

દરેક માછલીને શરીરમાં હાડપિંજર માળખું હોય છે,જયારે શાર્કને નક્કર હાડપિંજર જ હોતું નથી.શાર્ક ને શરીરમાં અસ્થી ને બદલે કાસ્થી એટલે કે રબ્બર જેવા ટીસ્યુ હોય છે.

શાર્ક જો સતત તાર્યા ના કરે તો ડૂબવા માંડે છે.

માછલી ધારે ત્યારે અને ધારે એટલા વાયુનો ભરાવો તેમાં કરી શકે છે.અને શરીરને તરલ રાખે છે.શાર્ક પાસે આવી સગવડ નથી,માટે વિમાનની માફક તેણે સતત ગતિમાં રહેવું પડે છે.