જય શ્રી રામ'ના નારાથી ગૂંજી ઉઠ્યું એરપોર્ટ
22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે.
ત્યારે આજે સવારે અમદાવાદથી અયોધ્યા માટેની પહેલી ફ્લાઇટે ઉડાન ભરી છે. આ ઉડાન પહેલા અમદાવાદ એરપોર્ટ પણ રામમય બની ગયુ હોય તેવો માહોલ છવાયો હતો.
એરપોર્ટ પર રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની વેશભૂષા સાથે ભક્તોનું સ્વાગત પણ કરાયુ હતુ.
અમદાવાદ એરપોર્ટ પરથી રામભક્તોને લઇને ઇન્ડિગોની પહેલી ફ્લાઇટે ઉડાન ભરી છે.
બુધવારે એટલે કે, 10 જાન્યુઆરીથી ઈન્ડિગો એરલાઈન્સની દિલ્હીથી ફ્લાઇટ શરૂ થઇ હતી.
30 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું અને તેને મહર્ષિ વાલ્મીકિના નામ પર નામ આપવાની જાહેરાત કરી હતી.
આ દિવસે મોટી સંખ્યામાં VVIP મહેમાનોની સાથે ભક્તો પણ અહીં આવી પહોંચશે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ મંદિર તમામ ભક્તો માટે ખોલવામાં આવશે.