આ ‌ સિઝનમાં મગફળી ખાવાની મજા કંઇક ઓર હોય છે.

મગફળી આ મોસમના આનંદને બમણો કરી નાખે છે. મગફળીનું સેવન આરોગ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક મનાય છે.

મગફળીમાં ગુડ ફેટ્સ હોય છે,

જે વજન ઘટાડવામાં મદદ કરે છે અને શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા સંતુલિત રાખે છે.

પલાળેલી મગફળીના દાણા લોહીના સર્ક્યુલેશનને નિયમિત કરે છે

અને હૃદયની બીમારીથી છુટકારો મેળવવામાં મદદ કરે છે અને સ્નાયુઓને પણ મજબૂત કરે છે

મગફળીમાં એ‌િન્ટઓ‌િક્સડેન્ટ્સ સારી માત્રામાં હોય છે,

જે શરીરની પ્રતિરોધક ક્ષમતા વધારે છે અને રોગ સામે લડવામાં શરીરને મદદ કરે છે.

મગફળીના દાણા એનર્જીનો મોટો સ્રોત છે.

આ કારણે જ વ્રત દર‌િમયાન ફ્રળાહારમાં એનું સેવન વધારે કરાય છે.