ગલગોટાનો છોડ ખૂબ ઉપયોગી છે અને સહેલાઈ થી ઉગાડી શકાય છે.

છોડમાં ગલગોટાના ફૂલ ઉગે છે. જે સજાવટ માટે ઉપયોગી છે,

આ ફૂલનો ઉપયોગ હાર કે કુદરતી સોંદર્ય માટે ઉપયોગમાં લેવાય છે.

આ છોડની પ્રમાણ કિંમત ખૂબ જ ઊંચી છે, કેમ કે આ છોડની ખેતી બારેમાસ થાય છે.

આ ફૂલ ધાર્મિક અને સામાજિક તહેવારોમાં ખૂબ જ મહત્વ ધરાવે છે

ગલગોટાનું સંસ્કૃત નામ સ્થુલ પુષ્પ છે, જે ઐશ્વર્યમાં વિશ્વાસ અને વિધ્નોને દૂર કરવાની ઈચ્છાશકિતનું પ્રતિક છે.

ભારતમાં મુખ્ય આફ્રિકન અને ફ્રેન્ચ ગલગોટાની ખેતી થાય છે.

આ ફૂલ ને હિન્દી ભાષા માં "ગેંડા" અને મારવાડી ભાષા માં "હંજારી ગજરાનું ફૂલ" કહેવામાં આવે છે.

સામાન્ય રીતે ગલગોટાના બે પ્રકાર જોવા મળે છે. ફ્રેંચ મેરીગોલ્ડ અથવા ગલગોટી

તેના છોડ ઠીંગણા રપ થી ૩૦ સે.મી. ઉંચાઈના, ફૂલો નાના કદનાં પરંતુ મોટી સંખ્યામાં અને પીળા, નારંગી, લાલ, કથ્થઈ રંગોના મિશ્રણ વાળા જોવા મળે છે

આફ્રિકન મેરીગોલ્ડ

આફ્રિકન મેરીગોલ્ડના છોડ ૬૦ થી ૯૦ સે.મી ઉંચા, ફૂલ મોટા કદના, પીળા, નારંગી કે આછા પીળા રંગવાળા અને સારી ટકાઉશકિત ધરાવે છે.