પાલિખંડાનાં મરડેશ્વર મહાદેવનું પંચમહાલ જિલ્લામાં અનેરુ મહત્વ,

5000 હજાર વર્ષ જૂનો છે ઈતિહાસ

ગુજરાતમાં પણ અનેક સ્થળે સ્વયંભુ શિવલિંગના શિવ મંદિરો આવેલા છે,

તેમાનું એક મંદિર છે મધ્યગુજરાતના પંચમહાલમાં પાલીખંડામાં આવેલું શ્રી મરડેશ્વર મહાદેવનું મંદિર...

કહેવાય છે કે આઠ ફૂટ ઊંચું શિવલિંગ સ્વયંભુ શિવલિંગ ધરાવતું

શ્રી મરડેશ્વર મહાદેવનું મંદિર શિવ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે

આ પાવનકારી મંદિર સાથે અનેક દંતકથાઓ પણ જોડાયેલી છે

આ શિવ મંદિરમાં 8 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતું મંદિર શિવ ભક્તોને આકર્ષે છે,

શિવલિંગ મરડ્યા પથ્થરમાથી બનેલું હોવાને કારણે

આ મંદિરનુ નામ શ્રી મરડેશ્વર મહાદેવ પડ્યું હોવાનું માનવમાં આવે છે.

એક દંતકથા મુજબ પુરાતન કાળમાં કેટલાક ભૂદેવો આ સ્થળે

ચિંતામણિ પાથેશ્વરના શિવલિંગને મરડ માટી માથી બનાવી રહ્યા હતા, ત્યારે અહીથી કેટલાક ઋષિમુનિઓને પસાર થતાં તેમને પાણીની અંજલી છાંટતા પાથેશ્વર એક લિંગ પ્રગટ થયું હતું

આ મંદિરનો ઉલ્લેખ વાલ્મીકિ રામાયણમાં મહાદેવ મુરડેશ્વર તરીકે પણ થયો છે.

આ મહાદેવના શિવલિંગમાથી અવિરત જળધારા વહેતી રહે છે,

અહી શ્રાવણ માહિનામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે,

આ શિવલિંગ શિવરાત્રિના દિવસે ચોખાના દાણા જેટલું વધે તેવી પણ લોકવાયકા છે